પ્રેમને સીમાઓ નડતી નથી અને પ્રેમમાં ઉમર પણ નડતી નથી, જેમાં કોઈની બીજી પત્ની બનવાનું પણ ન નડતું હોય એવું તાજું ઉદાહરણ રાજ્યના દાહોદ (Dahod) જિલ્લામાંથી સામે આવ્યું છે. દાહોદની ઘટનામાં જિલ્લા ભાજપ (BJP) પ્રમુખ શંકર અમલીયારની (Shankarbhai Amliyar) ઉમર 45 વર્ષની છે, જ્યારે તેમના સાથે લગ્ન કરનાર જલ્પા મલની ઉંમર આશરે 23 વર્ષની છે.
દાહોદ જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ કે જેઓ સોશિયલ મીડિયામાં (Social Media) એક્ટિવ રહેતા જલ્પા એસ.મલે 20મી જૂનના રોજ દાહોદ ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર સાથે લગ્ન કર્યા હોવાનું પોતાના ફેસબુક એકાઉન્ટમાં જાહેર કર્યું છે. જલ્પા એસ.મલેએ હવે પોતાના ફેસબુક એકાઉન્ટ પર નામ પણ જ્લ્પા શંકર અમલીયાર (Jalpa Shankar Amaliyar)તરીકે અપડેટ કર્યું છે અને તેમાં પોતાનો અને પતિ શંકર અમલીયારનો કપલ ફોટો પ્રોફાઇલ પિક તરીકે મૂક્યો છે.
આ અંગે મળતી માહિતી, મુજબ શંકર અમલીયારને 6 સંતાનો છે અને પોતે નોકરી, સમાજ સેવા અને ખેતીની આવક ધરાવે છે. શંકર અમલીયારે 2019 લોકસભામાં હાલ સાંસદ અને ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાંભોરના (Jasvantsinh Bhabhor) ડમી તરીકે ફોર્મ ભર્યું હતું. જેમાં તેમણે પત્નીના નામની કોલમ અને સંપતિની વિગતો સંદર્ભે જ્યોત્સનાબેનના નામનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો: સંજીવ ભટ્ટ કેસ: જેમાં 2 વખત ગુજરાત સરકારે બચાવ્યા, તેમાં જ કેવી રીતે આજીવન કેદ થઈ?
જુઓ તેમના એક્સક્લૂઝિવ ફોટો











No comments:
Write comments