મુંબઈ: સલમાન ખાનના ટીવી શૉ ‘બિગ બૉસ’માં ભાગ લઈ ચૂકેલી જાણીતી ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ પોતાના હોટ એન્ડ સેક્સી બિકીની ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. કામ્યા પંજાબી હાલ પોતાના બૉયફ્રેન્ડ શલભ ડાંગ સાથે રજાઓની મજા માણી રહી છે અને પોતાના કેટલાક સેક્સી બિકીની ફોટો શેર કર્યા છે. કામ્યાના હોટ અંદાજને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં તેના ફોટોને 30 હજાર કરતા વધારે લાઈક્સ મળી ચૂક્યા છે.

કામ્યા પોતાના બૉયફ્રેન્ડ શલભ સાથે અવારનવાર ફોટો શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે પોતાના સબંધોનો સ્વીકાર કર્યો છે. કામ્યાએ શેર કરેલા તેના બિકીની ફોટોમાં તે પોતાના બૉયફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે. કામ્યા અવારનવાર પોતાના હોટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

નવાઈની વાત છે કે, 40 વર્ષની કામ્યા આ બિકીની ફોટોમાં તેનું ફિગર આકર્ષક લાગી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, કામ્યા પોતાનું ફિગર મેન્ટેન કરવા માટે કશું ખાસ નથી કરતી. કામ્યા ખુબ જ આળસુ હોવાથી તે જિમ, યોગા કે મેડિટેશન પણ નથી કરતી. કામ્યા સિંગર મધર છે અને પોતાની પુત્રીના તમામ કામ જાતે જ કરે છે. આ ઉપરાંત દિવસભર દોડધામ કરતી રહી છે અને આજ તેના ફિટ રહેવાનું રાજ છે.

બિગ બૉસની સિઝન 7માં જોવા મળી ચૂકેલી ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી બિગ બૉસની મોટી ફેન છે. બિગ બૉસની અનેક સિઝનમાં કામ્યા પંજાબી ગેસ્ટ તરીકે જોવા મળી ચૂકી છે. બિગ બૉસની 13મી સિઝનને લઈને કામ્યા પંજાબીની ઉત્સુકતા તેની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી જાણવા મળે છે.
કામ્યા આજકાલ પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. એવી માહિતી સામે આવી છે કે, કામ્યા બીજી વખત લગ્ન કરવા જઈ રહી છે. કામ્યા દિલ્હી બેસ્ડ વ્યવસાયી શલભ ડાંગ સાથે અગામી વર્ષે લગ્ન કરશે. બન્ટી નેગી સાથે છૂટાછેડા લીધાના 7 વર્ષ બાદ કામ્યા ફરીથી લગ્ન કરવા જઈ રહી છે

Hi
ReplyDelete